ચિત્ર અનુરૂપ પદ્ય રચનાઓ

ગત તારીખ ૨૦/૧૧/૨૦૧૬, રવિવાર નાં રોજ પદ્યમ ગ્રુપમાં આપેલા ચિત્રો ને અનુરૂપ પદ્ય રચનાઓ લખવાનું આયોજન થયું હતું. આ આયોજન માટે પદ્યમ ગ્રુપનાં સભ્ય ચિત્રકાર નલીન સુચક સાહેબે બે સુંદર ચિત્રો આપ્યા હતાં. 

padhyam0

ઉપર દર્શાવેલ ચિત્રને અનુરૂપ રચનાઓ જે ગ્રુપ માં રજુ થઇ હતી. 

1

જો કાળજે કાંટો ઉઝરડાય નહી
ગુલાબની સુગંધ સમજાય નહી

ચોક્કસ હશે કઈ વાંક આ કુસુમનો
ભમરો નહીતર આમ ભરમાય નહી

કેવી કરુણામય દશા બાગની છે!
પંખી નથી ગાતું, તરસ ખાય નહી

તું એકદમ ઉઘાડા પગે આવ અહી
ઘા બાગના હૈયાના વરતાય નહી

કાંટા બધા ભેગા કરી છાબ ભરો
ફૂલો બધા અમસ્તા જ વળખાય નહી

થઇ વાદળી “મંથન” ઊડો વર્ષભર
મૌસમ વગર ક્યારેય વરસાય નહી

મંથન ડીસાકર (સુરત)


2

મારા માં ગુચવાયેલો હું,
મુજથી છું ભરમાયેલો હું.

શોધી શોધી થાક્યો ખુદને,
તો ક્યાં છું સંતાયેલો હું.

આ કવિતા જે ભેટી મુજને
તેથી તો સચવાયેલો હું.

ઈશ્વર છે પણ કોનો છે?
એમાં છું અટવાયેલો હું.

પાગલ છું તો પણ જોવો ને-
ડાહ્યા માં જ ગણાયેલો હું.

વિરલ દેસાઈ”પાગલ”


3

ચહેરા માં ચહેરો
અનેક ચહેરા વચ્ચે વહેચાતો
તુટતો,ખુટતો,તરસ્યો એક ચહેરો.
ચહેરા ઓ ને મહોરા વચ્ચે છુપાતો એક ચહેરો.
સમય ની પ્રતીક્ષા એ પથ્થર બનતો એક ચહેરો.
યુગો ના યુગો બદલાયા..
ચહેરા ને મહોરા ની જેમ..
નવી ઓળખાણ લઇ આવે એક ચહેરો.
છુપાવ્યા કરું અસંખ્ય ચહેરા વચ્ચે અેક ચહેરો.
ના ઓળખી શકયા કોઇ આજ સુધી કયો સાચો એક ચહેરો.
વાત વાત માં કાંચીડા જેમ રંગ બદલતો
પથ્થર વચ્ચે પથ્થર બનતો એક ચહેરો.
વિલીન થાય વિશ્ર્વ ના દરેક જીવ
સજઁન ઇશ્ર્વર નુ એ એક ચહેરો.
માનવ રુપ લઇ ભજવયા કરું નાટય
આ પશુ પંખી ના કિરદાર પણ એક ચહેરો.
સમય જતા ભાવવિહીન, સંવેદના વિહીન..
પાંખો ફફડાવતો ઉડી ન શકતો સ્થિર રહેતો એક ચહેરો.
આ ચહેરા ઓના વન માં “કાજલ”
વિલીન થઇ વારંવાર ઉભરતો રહતો એક ચહેરો.

કિરણ પિપુષ શાહ “કાજલ”


4

આ ચહેરો પેલો ચહેરો
ચહેરા ઉપર બીજો ચહેરો
ચહેરા ઉપર જાણે પહેરો
પહેરો લાગે ઘણો ગહેરો
પહેરા મા છે રાઝ ગહેરો
પહેરો ઉઠે ઉઠે તો ચહેરો
ચહેરો ઉઠે ને રંગ વિખેરો
મુક્ત થાય પંખી નો પહેરો

વૈદેહી_અનામિકા


5

એક ટહુકો…
ગળે વીટળાયો જો…
વિહગ બની…

પૂર્ણિમા ભટ્ટ “તૃષા”


6

મન પારેવા હવે
પાંખ ફફડાવતા નથી.
સમય નો ચેહરો
એક ચેહરાને છુપાવી બેઠો
નકલી ચેહરો
કાંઇ કેટલીયે વેદનાઓ
ગળી ગઇ છું
ચેહરો છુપાવી..
ગળામાં ભીંસાંઈ રહ્યો છેં
એક ડૂમો.
પ્રયત્નો કરવા છતાં
હોંઠ બોલી શક્તા નથી
આંસુ સરી શક્તા નથી
પત્થર થઈ
સંતાયેલ ચેહરો
સ્વપ્ન પારેવા હવે
ગોફણ નાં પથ્થરને માંગે..

 

પૂર્ણિમા ભટ્ટ “તૃષા”


padhyam

ઉપર દર્શાવેલ ચિત્રને અનુરૂપ રચનાઓ જે ગ્રુપ માં રજુ થઇ હતી. 

1

થોડી લજ્જાણી
થોડી સરમાણી
કેમ કહું પિયુ
કે..
કેમ હું
મુજમાં જ સમાણી
આંખો મારી કોડ ભરેલી
છલક છલક છલકાણી
જોઈ સ્વપ્ન તારા
મનમાં જ જોને
કેવી
મંદમંદ હું મલકાણી
યાદ તારી લાવે હવા
ઘેલી થાય ચૂંદડી મારી
હવામાં ,જુઓને ફરફર થઈ ફંટાણી
મીઠી મીઠી
વાતો તારી વાગોળું
અંબોળે હું વેણી નાખું
સૂરજ ચાંદ ભાલે ઉતારું
આંખોમાં કાજળ કાળું કરું
હોઠો પર લાલી ગુલાબની ભરું
વસંતે ફોરાતો ઉભરાતો
પ્રેમ …
અમર તારો હું માંગું
તું મારી રગરગમાં સાજન
રકત બની વહી રહ્યો
ગાલો પર મારા
તારા
હેતની લાલી છપાણી
ખોલી હથેળી વ્હાલમ
તારા હેતની લાલી છુપાવી
શરમ દુનિયાની મને
પિયા આવે ઘણી
થોડી લજ્જાણી
થોડી શરમાણી
કેમ કહું પિયુ
કે
કેમ હું
મુજમાં જ સમાણી.

કાજલ કાંજિયા ‘ફિઝા’


2

ફુલોની ખુલી વાત એનો ચહેરો યાદ આવ્યો…
ગગનમાં ઢળી રાત એનો ચહેરો યાદ આવ્યો…
આંખોની આસપાસ કાજલને જોઈને…
કામણની ખુલી વાત એનો ચહેરો યાદ આવ્યો…

વિજય ચૌહાણ


3

પ્રિયા! શુ કહું તારી અા અદા
કૌતુક નીહાળતી સ્તબ્ધ બનતી.
ફુલો ની વચ્ચે અેક કળી ખીલી.
કોમલાંગી, શુંભાગી, વનપરી.
મેધ ધનુષી રંગો ની રંગોળી.
લહેરાય કેશ ને વાદળ છવાયુ
તારી આંખો નુ કાજળ રેલાયુ
વાદળ વચ્ચે ચમકતો ચાંદ
વદન તારુ
અભિસારીકા, અપ્સરા, ફુલપરી લાગે તું.
અધરો પર મંદ મુશ્કાન, લાલીમા મધુર લાગે તું.
પિયુ મિલન ની પ્રતીક્ષા.
તીરજી નજર ના તીર ચલાવે તું.
ઓ! પ્રિયા! તુજ છબી નીહાળતા..
તારા અંગ અંગ ની મસ્તી માં..
મસ્ત મદમસ્ત બનતો હું.
“કાજલ ” કહે ખોવાયો તારા
આંખો ના ઇજન માં.
તુજ થી શરુ તુજ થી ખતમ..
પ્રિય! શોધ મારી..
હું સમાયો તારા માં હવે.
તુજ ભાલ નો ચાંદ બની હવે.

કિરણ પિપુષ શાહ “કાજલ”


4

मुज खयालना हदये,आ हिसाब राखी दउ.
निंद पांपणे लावी,एक ख्वाब राखी दउ.

अंधकारमा छे तु, एक प्रेम अजवाळुं,
चांद ने कही दिलमा,ए जनाब राखी दउ.

छे नशो नयन तुजनो,प्रेममा हवे मुजने,
आंखमां कहे साखी,हुं शराब राखी दउ.

तुं उठे महेंकी ज्या,प्रेम बागमा मारा,
फूलनो कहे भमरो,हुं शबाब राखी दउ.

होठ छे घणा कोमळ,जेम फूल छे कोइ,
होठ पर कहे माळी,हुं गुलाब राखी दउ,

छे हसीन ‘सर्जक’नी, जेम तुं गजल कोइ,
तुं खयाल शायरनो, लाजवाब राखी दउ.

गौतम परमार “सर्जक” वडोदरा


5

એક ખીલ્યું ફૂલ ઉપવન માં,
બીજું ખીલ્યું મુજ મનમાં,
સજી સોળે શણગાર સખી,
સપના સજાવ્યા નયનમાં,
ભૂલી દુનિયા, નથી ભાનમાં,
સમાવુ ખુદને આજ સજનમાં…!!

ઈશિતા


6

નયનથી તુ મારા હસે છે
તુ મારી ગઝલમાં વસે છે

ન અમથું જ ઘેરાયુ આ નભ
નક્કી કોક ચાતક તરસે છે

હયાતી હું ખુદની વિસર્યો,
તુ ક્યાં પણ નજરથી ખસે છે

તુ ચાલી ગઈ સ્પર્શ મૂકી
હથેળી ગગન થૈ વરસે છે

હું બખ્તર શબદનુ પહેરુ પણ
મને મારુ એકાંત ડસે છે….

શૈલેષ પંડ્યા


7

હું તો આવીને ઉભી છુ આંગળે,
પિયુ મિલનની વેળા આવી રે લોલ
મારા હૈયે હરખ પુષ્કળ સમાય,
સખીયો એ આવી સજાવી રે લોલ

હું તો શેરી વળાવી સાફ કરાવુ,
હું તો આસોપાલવના તોરણ બંધાવુ,
હું ચુલે લાપસીના આંધણ મુકાવુ…

મારા આતમે અજવાળુ પથરાય
પિયુ મિલનની વેળા આવી રે લોલ.

તમે આવો તો ફૂલ ખિલે આંગણે,
તમે આવો તો મૌસમ વરસે બારણે,
તમે આવો તો બંધાયે સ્નેહનાં તાંતણે,

વર્ષોથી સુતેલા અરમાનો જાગ્યા
પિયુ મિલનની વેળા આવી રે લોલ.

ઋષિકેશ મેશીયા “ઋષિ”


8

આંખમાં કાજળ લગાવી નીકળ્યા છે!
તેગ બે ધારી સજાવી નીકળ્યા છે!

હાલ તારા શું થશે એ દિલ હવે તો,
હોઠ દાંતે થી દબાવી નીકળ્યા છે!

ભર બજારે આબરૂનો ડર મને છે,
ને સનમ આંખો નચાવી નીકળ્યા છે!

ને બધા ભમરા ચમન છોડી ગયા છે,
ચોટલે પુષ્પો ભરાવી નીકળ્યા છે!

આ હવા ચકચૂર છે જાણે નશામાં,
વાળને હમણાં તપાવી નીકળ્યા છે!

શિવમ રાજપુત


9

એક પ્રથમ આલિંગનનું સ્મરણ કરતી ગઝલ

સ્પર્શે સ્પર્શે જાગે સ્પંદન
આહા ! કેવું એ આલિંગન

એ હુંફાળા શ્વાસે શ્વાસે
પીગળતું જાયે મન ઉપવન

અધરો ઢાળે રસ સૂરાહી
ભાલે ગાલે દઇ દઇ ચુંબન

ઝરમર ભીંજે રીઝે આતમ
બૂન્દે બૂન્દે તરસે તનમન

રગ રગ દોડે લાવા જ્વાલા
થર થર ધબકે ભીનાં કંપન

સંકોચાતી ખુદ હું ખુદમાં
છૂટતું જાયે કેશનું ગુંફન

સર સર સરકે પાલવ ઉરથી
છમ છમ છમકે કમ્મર બંધન

ચ્હેરે લીપી લજ્જા લાલી
પ્રિયવર ચુમતાં ગાલે ખંજન

થનગન નાચે ડગલે પગલે
ઝાંઝર ઝમકે મનનું રંજન

પુષ્પો ખીલ્યા પંખતુષારી
અંગે અંગે ભ્રમરનું ગુંજન

ગુંજે લયમય નભ રાગીણી
દિલ સિતારે સ્વરનું સર્જન

પૂર્ણિમા ભટ્ટ “તૃષા”


10

padhyam00